મોરબી : આગામી તા. ૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિન નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ આજથી યોગ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ યોગ દિન ૨૧ જૂનના રોજ ઉજવાય છે. તે અનુસંધાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા મોરબી જીલ્લામાં જુદા-જુદા સ્થળોએ યોગ સપ્તાહ દિનાંક ૧૫/૦૬/૨૦૨૧ થી ૨૧/૦૬/૨૦૨૧ સુધી ઉજવવાનું નક્કી કરેલ છે. તે મુજબ સવારે ૦૬:૦૦ થી ૦૭:૦૦ ના સમય દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે જુદા-જુદા યોગ, આસન અને પ્રાણાયામ કરાવવામાં આવે છે. મોરબી શહેરના જુદા-જુદા વિસ્તારો જેવા કે રવાપર રોડ પર ઉમા હોલ, શનાળા રોડ પર GIDC ખાતે, સ્ટેશન રોડ પર સુરજ બાગ, સામાં કાંઠે ઉમા ટાઉનશિપ ખાતે યોગ સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત, માળીયા (મી.), મોરબી તાલુકો, વાંકાનેર તાલુકો તથા વાંકાનેર શહેર, કુવાડવા, માટેલ, ટંકારા, પડધરી એમ દરેક જગ્યાએ યોગ સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. આ યોગ સપ્તાહ દરમ્યાન વધુમાં વધુ સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહે અને સ્વસ્થતા પ્રાપ્ત કરે તેવો અનુરોધ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-મોરબી જિલ્લા દ્વારા યાદીમાં કરવામાં આવે છે.