મોરબીના રાજપર રોડ ઉપર સમર્પણ કારખાના સામેની ઘટના મોરબી :મોરબીના રાજપર રોડ ઉપર સમર્પણ કારખાના સામે બાઈક આડે કૂતરું ઉતરતા બાઈકમાંથી રોડ ઉપર ફંગોળાયેલા યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના નેસડા (ખાનપર) ગામે રહેતા અરવીંદભાઇ પ્રાગજીભાઇ ભાડજા (ઉ.વ ૪૨) નામના યુવાન ગત તા. ૧૩ જુનના રોજ મોરબીના રાજપર રોડ ઉપર સમર્પણ કારખાના સામે રોડ ઉપર પોતાના જી.જે.૦૩ એચ.એમ. ૬૨૪૫ નંબરના બાઈક લઈને પસાર થઇ રહ્યા હતા. ત્યારે રોડ પર કુતરૂ આડુ ઉતરતા બાઈક તેની સાથે ભટકાતા યુવાન ફંગોળાઇને રોડ ઉપર પડી જતા માથામા ગંભીર ઇજા થતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.