ટંકારા : લજાઈમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાત્કાલિક ફરીથી રસીકરણ કેન્દ્ર ચાલુ કરવા બાબતે ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમ વામજા દ્વારા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે ટંકારા તાલુકાના લજાઇ ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હમણાં સુધી રસીકરણનું કામકાજ સરસ રીતે ચાલી રહ્યું હતું. પરંતુ એકાએક કેન્દ્ર બંધ કરી ટંકારા ખાતે કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. ટંકારા અને લજાઈ બંનેમાં રસીકરણ કેન્દ્રની જરૂરિયાત છે. તો લજાઈ ખાતે કોરોના વેક્સીન સેન્ટર ફરી ચાલુ કરવા અપીલ કરવામાં આવી છે.