સમાજમાં સમરસતા માટે મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનનું પ્રેરક પગલું મોરબી : મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેને જીલ્લા પંચાયતના નવા બિલ્ડિંગ ખાતે વાલ્મીકિ સમાજની દીકરીના હસ્તે ઓફિસનો શુભારંભ કરી સામાજિક સમરસતાનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયાએ નવી જીલ્લા પંચાયત ખાતે પોતાની ઓફિસમાં વાલ્મીકિ સમાજની દીકરીના હસ્તે પ્રવેશ લીધો હતો. આ તકે વાલ્મીકી સમાજની દિકરીઓએ કંકુ-ચોખ્ખાના તિલક કરી સૌ આગેવાનોનું સ્વાગત પણ કર્યુ હતું. અશોકભાઇ ચાવડા (જીલ્લા પંચાયતના સભ્ય), વાઘજીભાઇ ડાગરોચા (ચેરમેન, મહીલા બાળ વિકાસ), મોરબી નગરપાલિકાના કાઉન્સિલર સુરેશભાઈ સીરોહીયા, ટંકારા તાલુકા ભાજપના મહામંત્રી રૂપસિંહ ઝાલા, સોલંકી લાલજીભાઇ, સનાળીયા બળવંતભાઈ, હરીભાઇ રાતડીયા, ભીખાભાઇ સોલંકી સહિતના આગેવાનોની હાજરી નવા જીલ્લા પંચાયતમાં આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયાની ઓફીસમાં કાર્યનો આરંભ કરવામાં આવ્યો હતો.