ટંકારા તાલુકાના હીરાપર ગામની ઘટના ટંકારા : ટંકારા તાલુકાના હિરાપર ગામમાં પિતાએ માતાને ઠપકો આપતા લાગી આવતા પુત્રીએ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. હિરાપર ગામમાં રહેતી 20 વર્ષીય ગીતાબેન પ્રવિણભાઇ સારેસાએ ગત તા. 13ના રોજ પોતાની જાતે ઝેરી દવા પી જતા તેને રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. મૃતક ગીતાબેનના પિતાએ મૃતકની માતા શાંતાબેનને તેઓની વાડીમાં જારનુ વાવેતર કરેલ હોય ત્યાં સમયસર પાણી પાવા ન જતા ઠપકો આપ્યો હતો. આથી, પરિવારજનો વચ્ચે બોલાચાલી થતા મૃતકને લાગી આવતા તેને અંતિમ પગલું ભર્યું હતું.