મોરબી : મોરબીમાં આવતીકાલે બુધવારે મજૂરો માટે ઈ-નિર્માણ કાર્ડ અને U-WIN કાર્ડ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં શનાળા રોડ પર ગોકળ દાસ પ્રાગ. જિનની પાછળ મોટેશ્વર મહાદેવ મંદિર નજીક મોર ભગતની વાડી ખાતે કામદારો માટે ઈ-નિર્માણ કાર્ડ અને U-WIN કાર્ડ કાઢી આપવા માટે કેમ્પનું આયોજન કરેલ છે. આ કેમ્પ આવતીકાલે તારીખ 16ના રોજ સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે. વધુ વિગત માટે પ્રવિણ ચાવડા (84600 76643) અથવા જગદીશ ડાભી (72030 44901)નો સંપર્ક કરી શકાશે. WORKERS - UWIN અસંગઠિત કામદાર માટેના વિવિધ લાભો ➜ માં અમૃતમ યોજના - પી.એમ.જે.એ.વાય. ➜ અકસ્માત જૂથ વીમા યોજના ➜ શ્રમિક અન્નપૂર્ણા યોજના ➜ સરકારની વિવિધ વિભાગો દ્વારા અમલ કરાવવામાં આવતી લાગુ પડતી યોજના હેઠળ મળવાપાત્ર લાભ EVIDENCE FOR REGISTRATION U-WIN CARD - UWIN કાર્ડ નોંધણી માટેના પુરાવા. ➜ આધારકાર્ડ ➜ આવકનું પ્રમાણપત્ર (1,20,000 થી ઓછી આવક ધરાવનાર માટે) ➜ કુટુંબનું અગ્રતા ધરાવતું કાર્ડ (BPL, અંત્યોદય કાર્ડ) ➜ મોબાઈલ નંબર ➜ બેન્કની વિગત ઈ-નિર્માણ કાર્ડ અને U-WIN કાર્ડનું રજીસ્ટ્રેશન ક્યાં કરાવશો? ➜ આપના વિસ્તાર માં આવેલા 'CSC કોમન સર્વિસ સેન્ટર'ની મુલાકાત કરો જ્યાં આપને વિનામૂલ્યે ઈ-નિર્માણ કાર્ડ ને UWIN કાર્ડનું રજીસ્ટ્રેશન અને કલર કાર્ડ પ્રિન્ટ કરી આપવામાં આવશે.