મોરબીના ટીંબડી ગામ પાસેની મારામારીની ઘટનામાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના ટીંબડી ગામની સીમમાં આવેલ ઓસીસ કારખાનાના ગેઇટ પાસે રોડ ઉપર મારા કારખાને શા માટે આવ્યા તેમ કહી બે શખ્સોએ યુવાનને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે શખ્સો સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રવાપર રોડ અવની ચોકડી,ઓમ પેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નંબર-૬૦૩ જય અંબે નગરમાં રહેતા જયેશભાઇ વલ્લભભાઇ કૈલા (ઉવ-૩૮) એ આરોપીઓ કેતનભાઇ કરશનભાઇ ઝાલરીયા અને હીતેશભાઇ કરશનભાઇ ઝાલરીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે, તારીખઃ-૧૩ ના રોજ ટીંબડી ગામની સીમ ઓસીસ કારખાનાના ગેઇટ પાસે રોડ ઉપર આરોપીઓએ ફરીયાદીને તથા સાહેદ હરેશભાઇ વલ્લભભાઇ કૈલા તેમજ સાહેદ દીનેશભાઇ વશરામભાઇ કૈલા એમ બધાને મારા કારખાને શા માટે આવેલ તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો આપી ફરીયાદીને ઢીંકાપાટુનો માર મારતા ફરીયાદીને મોઢાના ભાગે ચીરો પડી ગયેલ ત્યાંથી લોહી નીકળેલ અને માથાના પાછળના ભાગે મુંઢ ઇજા થયેલ બાદ લાકડાનો ધોકો લઇ પાછળ દોડેલ અને હવે આ બાજુ આવશો તો જાન થી મારી નાખવા ની ધમકી આપી હતી. આ બનાવની તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પો.સ્ટે.ના એચ.સી. એમ.એલ.બારૈયા ચલાવી રહ્યા છે.