નેશનલ આયુષ મિશન અંતર્ગત આયુર્વેદ દવાખાનામાં ગાર્ડન બનાવવા કામગીરી શરૂ મોરબી : કોરોના મહામારી બાદ લોકોનો આયુર્વેદ તરફ ઝુકાવ વધ્યો છે ત્યારે હવે સરકાર દ્વારા પણ ગ્રામ્યકક્ષાએ કાર્યરત આયુર્વેદિક દવાખાનામાં હર્બલ ગાર્ડન બનાવવાની પહેલ કરી છે જે અંતર્ગત મોરબી જિલ્લામાં નવ હર્બલ ગાર્ડન તૈયાર કરવા નિવિદા પ્રસિદ્ધ કરવામાં આવી છે. નેશનલ આયુષ મિશન અંતર્ગત મોરબી જિલ્લામાં મંજુર થયેલ ૯ આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, આયુર્વેદ દવાખાના હળવદ, સુસવાવ, સાપકડા, રણમલપુર, મોટા દહીસરા, જુના ઘાટીલા, ભાવપર, લખધીરનગર, પીપળીયા-રાજ ખાતે હર્બલ ગાર્ડન બનાવવાની કામગીરી માટે આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત- મોરબી દ્વારા ભાવો મંગાવવામાં આવ્યા છે. વધુમાં આરોગ્ય વિભાગ દ્વારા જે તે આયુર્વેદિક દવાખાના ખાતે સુચવેલ જગ્યા- જમીનનુ લેવલીંગ કરવું, છોડ વાવવા માટે ખાડા તૈયાર કરવા,જરૂરી દેશી ખાતર - વર્મીકમ્પોસ્ટ નાખી માટી તૈયાર કરવી, ગાઇડલાઇન મુજબ છોડ લાવીની રોપણી કરવી તેમજ જમીનમાં રોપેલ છોડમાં પાણી મળી રહે તે માટે ટપક સિંચાઇ માટેની વ્યવસ્થા મટીરીયલ સાથેના ભાવ મંગાવવામાં આવ્યા છે.