એલસીબીની કાર્યવાહી : તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ મોરબી : મોરબી એલસીબીએ આજે જોન્સનગરમાં રહેણાંક વિસ્તારમાં મકાનની અંદર ચાલતી મોટી જુગાર કલબ ઝડપી પાડી છે. આ સ્થળે એલસીબીની ટીમે દરોડો પાડીને 11 જુગારીઓને પકડી પાડી તેના વિરુદ્ધ ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે રૂ. 4.60 લાખની રોકડ પણ કબ્જે કરી છે. મોરબી એલસીબીએ બાતમીના આધારે લાતી પ્લોટ, જોન્સનગર, ખ્વાજા પેલેસની પાછળ આરોપી ઇમરાન ઇકબાલ જેડા પોતાના કબજા ભોગવટાવાળી ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી/ રમાડતા હોય જે રેઇડ દરમ્યાન આરોપીઓ ઇમરાન ઇકબાલ જેડમિયાણ (રહે. લાતી પ્લોટ, અવાજા પેલેસની બાજુમાં), હુશેનભાઇ અલારખાભાઇ શેખ સિપાઇ (રહે. મકરાણીવાસ બ્રાહ્મણની ભોજનશાળા પાછળ), અસ્લમ સલીમભાઇ ચાનીયસંધી (રહે. કાલીકાપ્લોટ શેરી નં.-૦૨, ઇન્ડીયા પાનની બાજુમાં), આશીફ ઉર્ફે અંજારૂ ઇકબાલભાઇ માડકીયા (રહે. ઘાંચીશેરી, કારકી મજીદ પાસે), અકીલ ઇસ્માઇલ વકાલીયામોમીન (રહે. ચંદ્રપુર), ઇસ્માઇલ યારમહમદ બ્લોચમકરાણી (રહે. મકરાણીવાસ, સબજેલ પાછળ), મસ્તફા દાદુભાઇ દાવલીયા પીંજારા (રહે. મકરાણીવાસ બ્રાહ્મણની ભોજન શાળા સામે), સંદિપ ઉર્ફે ઉકો જગદિશભાઇ શેરસીયા પટેલ (રહે. રવાપર, જુનાગામમાં મેઇન શેરી, રામજી મંદિરની પાછળ), ઇરફાન અલારખા ચીચોદર (રહે. સથવારા બોડીંગ પાછળ, કવાર્ટર નંબર -૬૬ હુડકો, પરસોતમયોક પાસે), આશીફભાઇ ગફારભાઇ મોવર રહે.કાલીકા પ્લોટ સાયન્ટીકફીક રોડ, શેરી નં-૦૧), સિરાજભાઇ ઉર્ફે દુખી અમીરઅલી પોપટીયા (રહે. સો-ઓરડી શેરી નં-૬) ને પકડી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓ પાસેથી રોકડ રૂપીયા 4,60,000 કબ્જે કરવામાં આવ્યા છે. આ કામગીરીમાં પીઆઇ વી.બી.જાડેજા, પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી તથા એ.એસ.આઇ. સંજયભાઇ પટેલ તથા પો.હેડ.કોન્સ. દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, દશરથસિંહ ચાવડા તથા પો.કોન્સ. નિર્મળસિંહ જાડેજા, વિક્રમભાઇ કુંગસીયા, ભરતભાઇ મિયાત્રા, રણવિરસિંહ જાડેજા, હરેશભાઇ સરવૈયા, અશોકસિંહ ચુડાસમા રોકાયેલ હતા.