મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામ ખાતે ગણેશનગર સોસાયટીમાં સ્થાનિકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. મહેન્દ્રનગર ગામમાં ગણેશનગર સોસાયટીના રહીશો દ્વારા સી.એન.જી. પમ્પ પાછળ વૃક્ષારોપણ કરેલ છે. આ તકે જીતેન્દ્રભાઈ હરજીભાઈ ચીખલીયા અને અરવિંદભાઈ હરજીભાઈ ચીખલીયા તેમજ પ્રભુ બાપા કરોડિયા, દલસુખભાઈ સુરાણી, જ્યોતિબેન, નયનાબેન, અરવિંદભાઈ દરજી, ગઢવીભાઈ, બીપીનભાઈ જોશી, એન.જી.ઓ. વાળા અને સોસાયટીના બાળકોએ સાથે મળી ગણેશનગર સોસાયટીની સાર્વજનીક જગ્યામાં જીતેન્દ્રભાઈ અને અરવિંદભાઈ બંનેની પ્રેરણાથી ગણેશનગરમાં વૃક્ષોનું રોપણ કરેલ છે.