બુલડેક્સ ફ્યુચર્સમાં 161 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 114 પોઈન્ટની મૂવમેન્ટ ક્રૂડ તેલ, રબરમાં વૃદ્ધિ : કપાસ, કોટન, સીપીઓ, મેન્થા તેલમાં સાર્વત્રિક ઘટાડો મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,51,481 સોદાઓમાં કુલ રૂ.11,605.68 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ વાયદાના ભાવમાં નરમાઈ સાથે થયો હતો. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.536 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.733 ગબડ્યો હતો. આ સામે તાંબા સિવાયની તમામ બિનલોહ ધાતુઓ વધીને ટ્રેડ થઈ રહી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં વૃદ્ધિ સામે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન, સીપીઓ અને મેન્થા તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક ઘટાડા સામે રબરના વાયદામાં સુધારાનો સંચાર થયો હતો. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જૂન વાયદામાં 161 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જૂન વાયદામાં 114 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 93,093 સોદાઓમાં કુલ રૂ.5,738.02 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,750ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,750 અને નીચામાં રૂ.48,310ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.536 ઘટી રૂ.48,367ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.234 ઘટી રૂ.38,929 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.38 ઘટી રૂ.4,785ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.48,680ના ભાવે ખૂલી, રૂ.512 ઘટી રૂ.48,205ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.72,000 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,000 અને નીચામાં રૂ.71,356ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.733 ઘટી રૂ.71,494ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.693 ઘટી રૂ.71,569 અને ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.687 ઘટી રૂ.71,574ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં 28,033 સોદાઓમાં કુલ રૂ.1,801.12 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,217ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,251 અને નીચામાં રૂ.5,205ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે 1 બેરલદીઠ રૂ.20 વધી રૂ.5,222 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.40 ઘટી રૂ.240.40ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં 5,745 સોદાઓમાં રૂ.754.11 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,295ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1295 અને નીચામાં રૂ.1295ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.11.50 ઘટી રૂ.1295ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે રબર જૂન વાયદો 100 કિલોદીઠ રૂ.17,325ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,325 અને નીચામાં રૂ.16,960ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.23 ઘટી રૂ.17,184ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જૂન કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1035 અને નીચામાં રૂ.964.10ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.17.80 ઘટી રૂ.1007.80ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.15 વધી રૂ.967 અને કોટન જૂન કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.270 ઘટીરૂ.23670ના ભાવે બંધ થયો હતો. કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 26,939 સોદાઓમાં રૂ.2,884.26 કરોડનાં 5,952.502 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 66,154 સોદાઓમાં કુલ રૂ.2,853.76 કરોડનાં 397.407 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.173.31 કરોડનાં 8,870 ટન, જસતના વાયદાઓમાં રૂ.360.85 કરોડનાં 14,875 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.907.95 કરોડનાં 12,175 ટન, નિકલના વાયદાઓમાં રૂ.554.12 કરોડનાં 4,121 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.122.62 કરોડનાં 7,100 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 9,898 સોદાઓમાં રૂ.787.25 કરોડનાં 15,06,300 બેરલ્સ અને નેચરલ ગેસના વાયદાઓમાં 18,135 સોદાઓમાં રૂ.1,013.87 કરોડનાં 4,19,70,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 1 સોદાઓમાં રૂ.0.03 કરોડનાં 4 ટન અને રબરના વાયદાઓમાં 38 સોદાઓમાં રૂ..70 કરોડનાં 41 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 4,916 સોદાઓમાં રૂ.674.65 કરોડનાં 68,290 ટનનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,727.158 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 520.383 ટન, એલ્યુમિનિયમમાં 14,340 ટન, જસતમાં 17,100 ટન, તાંબુમાં 12,752.500 ટન, નિકલમાં 3,370.500 ટન, સીસુંમાં 7,495 ટન, ક્રૂડ તેલમાં 13,36,200 બેરલ્સ અને નેચરલ ગેસમાં 4,05,75,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 28 ટન, કોટનમાં 198800 ગાંસડી, મેન્થા તેલમાં 75.6 ટન, રબરમાં 197 ટન, સીપીઓમાં 66,950 ટનના સ્તરે રહ્યો હતો. ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,537 સોદાઓમાં રૂ.131.61 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,116 સોદાઓમાં રૂ.99.06 કરોડનાં 1,313 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 421 સોદાઓમાં રૂ.32.55 કરોડનાં 427 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,402 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 794 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જૂન વાયદો 15,201ના સ્તરે ખૂલી, ઊપરમાં 15,201 અને નીચામાં 15,040ના સ્તરને સ્પર્શી, 161 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 166 પોઈન્ટ ઘટી 15,052ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જૂન વાયદો 15,240ના સ્તરે ખૂલી, 114 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 9 પોઈન્ટ વધી 15,276ના સ્તરે પહોંચ્યો હતો. ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં...