લાયન્સ કલબ નજરબાગ અને જૈન સોશિયલ ગ્રુપ દ્વારા આયોજન મોરબી : કોરોના કાળમાં સ્વૈચ્છીક રક્તદાન ઘટ્યું છે ત્યારે લાયન્સ કલબ નજરબાગ અને જૈન સોશિયલ ગ્રુપ દ્વારા આગામી તા.20 ના રોજ થેલેસેમિયા અને ગંભીર બીમારી ધરાવતા દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. લાયન્સ ક્લબ ઓફ મોરબી, નઝરબાગ અને જૈન સોશ્યલ ગૃપ મોરબી દ્વારા સ્વ. કાર્તિક વિક્રમભાઇ દફતરીના સ્મરણાર્થે થૅલૅસીમિયા તથા ગંભીર બીમાર દર્દીઓ માટે તા.20 જૂનના રોજ સ્કાય મોલ ખાતે સવારે 9થી 4 દરમિયાન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાન કેમ્પ અંગે વધુ માહિતી માટે વિક્રમભાઇ દફતરી ૯૮૨૫૫ ૫૩૯૦૩, તુષારભાઇ દફતરી ૯૮૨૫૨ ૯૧૩૧૩, રવિન્દ્રભાઇ ભટ્ટ ૯૮૯૮૨ ૮૮૭૭૭, નિતીનભાઇ મહેતા ૯૧૦૪૮ ૫૩૨૦૯, વિક્રમભાઇ મહેતા ૯૦૩૩૦ ૯૬૦૮૫, ડેનીશ દફતરી ૯૧૭૩૧ ૩૨૯૦૩ નો સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.