ઉદ્યોગોની પાણી ચોરીના કારણે હડમતીયા ગામે સર્જાયા પાણીના પ્રશ્નો ટંકારા : ટંકારાના હડમતીયા ગામે પાણી ન મળતું હોવાની રાવ બાદ ઉદ્યોગ દ્વારા પાણી ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે ટીડીઓએ આ ઉદ્યોગ સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે. ટંકારા તાલુકાના હડમતીયા ગામનો પાણી પ્રશ્ન વિકરાળ બનતો જાય છે. ત્યારે પશુઓ માટે પાણીના પિયાવા ખાલીખમ પડ્યા છે તેમજ ગ્રામજનોને પુરતું પાણી પીવા માટે નથી મળી રહ્યુ ત્યારે આ બાબતે સામાજિક કાર્યકર રમેશભાઈ ખાખરીયા અને પ્રવિણભાઈ મેરજાએ ટંકારા ટીડીઓને મળીને પાણી પ્રશ્ને ધારદાર રજૂઆત કરતાં લોકોના પ્રશ્ન માટે હંમેશા એકટીવ રહેતા ટંકારા ટીડીઓ નાગાજણ તરખાલાએ ઓન ધ સ્પોર્ટ્સ લેટર કરી પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેર ને મોકલી આપ્યો હતો અને નકલ રવાના પ્રાંત અધિકારીને મોકલી આપેલ છે વહિવટીતંત્રને નર્મદાના એરવાલ થી લજાઈ સંપ સુધી ઈન્ડસ્ટ્રીઝમાં કે અન્ય ગેરકાયદેસર પાણીના જોડાણ તત્કાલિન અસરથી પોલિસ પ્રોટેક્શન રાખી દુર કરવા આદેશ કર્યા હતા. ત્યારે આ સરકારી આદેશનો કેટલો અમલ થાય છે કે નહીં તેના પર ગ્રામજનોની નજર મંડાયેલી છે.