તસ્કરો શાળાની ઓફીસમાંથી ઇલેક્ટ્રોનિકનો માલ સામાન ઉઠાવી ગયા હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામની પ્રાથમિક શાળાની ઓફિસમાં ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં તસ્કરો શાળાની ઓફીસમાંથી ઇલેક્ટ્રોનિકનો માલ સામાન ઉઠાવી ગયા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભાગ્યેશકુમાર દિનકરરાય જોશી (ઉ.વ.૩૯ ધંધો-નોકરી રહે- ગામ વેલાડા તા.મુળી જી.સુરેન્દ્રનગર) એ કોઇ અજાણ્યો ચોર ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૧/૦૫ના રોજ ચરાડવા ગામે કે.ટી. મીલ પ્રાથમિક શાળાની ઓફીસમા કોઇ અજાણ્યા ચોર ઇસમ ત્રાટક્યો હતો અને ચરાડવા ગામે આવેલ શ્રી કે. ટી. મીલ પ્રાથમિક શાળાની ઓફીસમાથી ઓફીસનુ તાડુ તોડી ઓફીસમા પ્રવેશ કરી ઓફીસમા રહેલ એલ.ઇ.ડી. (૫૬ ઇંચ)નુ જેની કિ.રૂ. ૧૭૦૦૦ ગણી શકાય તે તેમજ એલ.સી.ડી.(કમ્પ્યુટર) જેની કિ.રૂ. ૧૫૦૦ ગણી શકાય તે અને સ્પીકર નંગ-૨ જેની કિ.રૂ. ૨૦૦૦ ગણી શકાય તે તથા વાઇ-ફાઇ જેની કિ.રૂ. ૧૫૦૦ ગણી શકાય તે.જે તમામ વસ્તુઓની કુલ કિ.રૂ. ૨૨૦૦૦ની મતાની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. આ બનાવની ફરિયાદ નોંધાતા આગળની તપાસ હળવદ પો.સ્ટે.ના પો.સ.ઇ આર.સી.રામાનુજ ચલાવી રહ્યા છે.