RTPCR રિપોર્ટ વગર ધંધો કરતા 6 ધંધાર્થીઓ સામે કાર્યવાહી મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં પરિસ્થિતિ હવે નૉર્મલ થઈ હોવા છતાં સાવચેતીના ભાગરૂપે પોલીસ દ્વારા કોવિડના અલગ અલગ જાહેરનામાનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે ત્યારે શુક્રવારે 24 કલાક દરમિયાન પોલીસે મોરબી જિલ્લામાં કોવિડના જાહેરનામાના ભંગ બદલ 24 સામે કાર્યવાહી કરી હતી. તેમજ RTPCR રિપોર્ટ વગર ધંધો કરતા 6 ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરી હતી. મોરબીમાં શુક્રવારે રાત્રી કફર્યુનો ભંગ કરીને લટાર મારતા એક રીક્ષા ચાલક સહિત છ લોકો, સાંજે સાત વાગ્યા પછી જુના કપડાંની લારી ખુલ્લી રાખી ધંધો કરતા એક, આરટીસીપીઆર રિપોર્ટ વગર રીક્ષાનો ધંધો કરતા રીક્ષાચાલક, માસ્ક વગર જાહેરમાં નીકળેલા એક, નિયમ કરતા વધુ મુસાફરો ભરીને માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા બે રીક્ષાચાલકો, વાંકાનેરમાં માસ્ક વગર વેપાર કેટ નોવેલ્ટીની દુકાનના માલિક, નિયમ કરતા વધુ મુસાફરો ભરીને માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા ત્રણ રીક્ષાચાલકો, માળીયામાં આરટીસીપીઆર રિપોર્ટ વગર રીક્ષાનો ધંધો કરતા બે રીક્ષાચાલકો, એક શાકભાજીની દુકાનના માલિક, ટંકારામાં આરટીસીપીઆર રિપોર્ટ વગર રીક્ષાનો ધંધો કરતા બે રીક્ષાચાલકો, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા નાસ્તા હાઉસ દુકાનના માલિક અને હળવદમાં માસ્ક વગર નીકળેલા બે છકડો રીક્ષાચાલકો સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.