આનંદ શાહની લાઈટ વેઇટ અને ટ્રેડિશનલ જવેલરી સૌના મન મોહો લેશે : પોલકી ડાયમંડના નાના સેટનું એક્સક્લુઝીવ કલેકશન, ડેઇલી વેર માટે રોઝ ગોલ્ડનું પણ આકર્ષક કલેકશન આજથી શરૂ થયેલું એક્ઝિબિશન ત્રણ દિવસ એટલે કે 14 જૂન સુધી જ ચાલશે : મુલાકાતીઓની સલામતી માટે લેવાતા તમામ તકેદારીના પગલાં મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ઇડન હિલ્સ ખાતે આજથી વિશ્વપ્રસિદ્ધ ગોલ્ડન જવેલર્સના ગોલ્ડન જવેલરી એક્ઝિબિશનનો ધમાકેદાર પ્રારંભ થયો છે. જેમાં મોરબીવાસીઓને અત્યાર સુધી ન જોય હોય તેવી મનમોહક જવેલરી ખરીદવાનો અવસર મળવાનો છે. આ એક્ઝિબિશન માત્ર ત્રણ દિવસ જ ચાલવાનું હોય વહેલાસર મુલાકાત લઈને મનપસંદ જવેલરીની ખરીદી કરવાનો લ્હાવો ચૂકવા જેવો નથી. મોરબીના આંગણે ઇડન હિલ્સ ખાતે આજથી 14 જૂન ત્રણ દિવસ ગોલ્ડન જવેલરીનું ભવ્ય એક્ઝિબિશન શરૂ થયું છે. હાલ સુધી આનંદ શાહની 10થી 12 તોલાની હેવી જવેલરી આવતી હતી. પણ હવે આ ડિઝાઈનરની માત્ર 6થી 7 તોલાની લાઈટ વેઇટ જવેલરી માર્કેટમાં તદ્દન નવી આવી છે.જેમાં સેટ, પેન્ડલ સેટ, કડા, રિંગ, વોચ અને પાટલાની વિશાળ રેન્જ અહીં ઉપલબ્ધ છે. આ સાથે ટ્રેડિશનલ એટલે કે રજવાડી જવેલરી પણ એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. સાથોસાથ અહીં ડેઇલી વેર માટે રોઝ ગોલ્ડનું કલેકશન જેમાં ચેઇન, પેન્ડલ, બુટી, કડા, રિંગ તેમજ ડેલીકેટ ઇટાલિયન સેટ સહિતની અનેક વેરાયટી છે. અહીં એક્સક્લુઝીવ કલેકશનમાં પોલકી ડાયમંડના નાના સેટ છે. જે આ એક્ઝિબિશન સિવાય બીજે ક્યાંય જોવા નહીં મળે. આ એક્ઝિબિશનની ખાસ વાત એ છે કે અહીંથી ખરીદેલા તમામ આભૂષણો ઉપર લાઈફ ટાઈમ ફ્રિ સર્વિસ પણ મળે છે. ઉલ્લેખનીય છે કે સુરતના ગોલ્ડન જવેલ્સ દ્વારા રાજકોટ, વડોદરા, ગાંધીધામ, ભાવનગર ઉપરાંત બેંગ્લોર, પુણે, દિલ્હી, હૈદરાબાદ, મુંબઇ સહિતના અનેકવિધ શહેરોમાં સમયાંતરે એક્ઝિબિશનના સફળ આયોજનો કરવામાં આવે છે. અત્યારે તેઓએ એક્ઝિબિશનનો લાભ મોરબીવાસીઓને આપ્યો છે.આ એક્ઝિબિશન આજથી શરૂ થયું છે. જેનો સમય સવારે 10:30થી સાંજે 7 વાગ્યા સુધીનો છે. તો એક વખત અવશ્યપણે મુલાકાત લ્યો. એક્ઝિબિશનની વધુ માહિતી માટે મો.9825645999 / 9825675999 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.