મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે સેન્ટમેરી સ્કુલ આગળ અમ્રુત પાર્કનાં નાકા પાસે જાહેર રોડ ઉપર વર્લી ફીચરના આંકડાઓ લખી નશીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપીઓ જુમાભાઇ સલેમાનભાઇ સુમરા તેમજ દિનેશભાઇ પ્રેમજીભાઇ મુછડીયાને મોબાઇલ તથા રોકડા રૂપિયા મળી કુલ કિં.રૂ.૧૨,૦૭૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. તેમજ બીજા બનાવમાં બી ડિવિઝન પોલીસ સ્ટાફે વીશીપરા ખાડા વિસ્તાર પાસે જાહેર જગ્યામાં ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા આરોપીઓ કનકકુમાર હિરાલાલ પેથાણી, મુળરાજસિંહ ઇન્દ્રસિંહ ઝાલાને રોકડા રૂ. ૧૯૦૦ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.