વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસર ગામમાં પોલીસ દ્વારા વ્હીસ્કીની હેરાફેરી કરતા બાઇકચાલકને 11 બોટલ સાથે પકડી પાડવામાં આવ્યો છે. ગઈકાલે તા. 11ના રોજ લુણસર ગામના ઝાપા પાસે રોડ ઉપર નંબર વિનાના બાઇકચાલક અશ્વીનભાઇ ઠાકરસીભાઇ ભાલાળા (ઉ.વ. 27)ને આધાર વગર વેચાણ કરવાના ઇરાદે ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ એપીસોડ ગોલ્ડ વ્હીસ્કીની 11 બોટલો (કી.રૂ. 3300)ની હેર-ફેર કરતા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂ અને બાઈક મળી કુલ રૂ. 11,300નો મુદામાલ જપ્ત કર્યો છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.