બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા શ્રમિકોને નજીકના સીવીસી સેન્ટરમાં નોંધણી કરાવી લેવા અનુરોધ મોરબી : રાજ્યમાં બાંઘકામ શ્રમિકોની ઓનલાઇન નોંઘણી ઇ-નિર્માણ પોર્ટલ દ્વારા કરવા સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જે અન્વયે મોરબી જિલ્લામાં બાંધકામ શ્રમિકોની નોંધણી પ્રક્રિયા શરુ કરવામાં આવશે. મોરબી જીલ્લામાં પણ કામગીરી શરૂ કરવામાં આવેલ છે. મોરબી જીલ્લામાં બાંઘકામ ક્ષેત્ર સાથે સંકળાયેલ શ્રમીકો નજીકના CSC (કોમન સર્વિસ સેન્ટર) પર જરૂરી આઘાર પુરાવાઓ લઇને નોંઘણી કરાવી શકશે. તેમજ ભવિષ્યમાં પણ આ હેઠળ આવનાર યોજનાઓ માટે રજીસ્ટ્રેશન પણ ઓનલાઇન થનાર છે. મોરબી જીલ્લામાં હાલ આ નોંઘણી અંગે ટ્રેનીંગ સેશન ચાલુ છે. રવિવારથી જીલ્લામાં કુલ 14 CSC ખાતે ઇ-નિર્માણ પોર્ટલ હેઠળ નોંઘણી શરૂ થનાર છે. જેમાં બાંઘકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા શ્રમિકો જેવા કે કડીયાકામ, ઇલેકટ્રીશન, પ્લમ્બર, બાંઘકામ છુટક મજુરી કરનાર વગેરે નોંધણી કરાવી શકશે. મોરબી તાલુકામાં રવાપર-ઘુનડા રોડ, ક્રિષ્ના સાઇન્સ શાળા નજીક, શિવાલય શોપીંગ બીજા માળે (ચાવડા પ્રવિણભાઇ કુબેરભાઇ ૮૪૬૦૦ ૭૬૬૪૩), શકત-શનાળા ખાતે (વાઘેલા જીતેન્દ્રકુમાર રાજાભાઇ ૯૯૭૮૮ ૮૧૩૮૬), અરિહંત મલ્ટી સર્વિસીસ, વાઘજી સ્ટેચ્યુ પાસે (પિયુશભાઇ મહેતા ૯૮૨૪૩ ૩૦૧૦૧), ગેસ્ટ હાઉસ પાસે (કશ્યપ ત્રિવેદી ૯૦૩૩૯ ૩૧૨૭૮), કર્મયોગી ઓનલાઇન, નવા બસ સ્ટેશન નજીક (વિપુલભાઇ સરવાડીયા ૯૮૨૯૮ ૭૦૨૭૮) અને જન સુવિઘા કેન્દ્ર, લક્ષ્મી પ્લાઝા (જાદવ વિવેક રાજેશભાઇ ૮૧૪૧૩ ૪૬૦૪૪). હળવદ તાલુકામાં બસ સ્ટેશન પાસે (પરમાર અમિતભાઇ ૯૯૨૫૬ ૫૮૧૧૩), ચામુંડા કોમ્પ્યુટર, સરા રોડ (પરમાર રાજુભાઇ દેવાભાઇ ૮૬૯૦૧ ૭૩૭૩૬), હોનસીલા ઇન્ફોટેક, ૫૬૭ સતવારા શેરી (કણઝારીયા હરજીવનભાઇ પુનાભાઇ ૮૪૬૦૫ ૭૦૧૫૧) અને ઓનલાઇન સર્વિસ, સરા ચોકડી (ખેર બનેસંગભાઇ વીરામભાઇ ૯૮૯૮૧ ૪૪૭૦૧), વાંકાનેર તાલુકામાં એસએસ ઇન્ફોટચ, રસાલા રોડ (ભૌમિક યાજ્ઞિક ૯૭૨૩૫ ૧૭૩૦૦) અને હાજી અલી ચેમ્બર, પોલીસ સ્ટેશન નજીક (ભાવિન મહેતા ૯૪૨૬૨ ૨૫૦૬૩), ટંકારા તાલુકામાં જીન્યસ કોમ્યુટર કલાસ, સરદાર કોમપ્લેક્ષ (ત્રિવેદી કેશિકકુમાર રમણીકલાલ ૯૮૨૫૬ ૩૧૨૩૩) તેમજ માળીયા તાલુકામાં ખાખરેચી ખાતે (હેમંત મકવાણા ૯૮૯૮૧ ૪૧૪૬૩) નોંધણી કરાવી શકાશે. બાંધકામ શ્રમિક તરીકે નોંધણી માટે આધારકાર્ડ (પરિવારના તમામ સભ્યો), રેશનકાર્ડ, બેંક પાસબુક/કેન્સલ ચેકની નકલ, ડ્રાઇવીંગ લાયસન્સ/પાન કાર્ડ, ચુંટણી કાર્ડ, શ્રમિકે 90 દિવસથી વધુ સમય સુધી બાંઘકામ ક્ષેત્રે કામ કરેલ હોય તેનો પુરાવો/સ્વયં પ્રમાણપત્ર વ્યવસાયનું પ્રમાણપત્ર અને આવકનું પ્રમાણપત્ર સાથે જોડવાનું રહેશે. નોંઘણી કરનાર શ્રમિકોને થોડા સમય બાદ જકાર્ડ આપવામાં આવશે. પહેલા આ માટે શ્રમિકોને હાર્ડ કોપીમાં ફોર્મ ભરવું પડતું હતું તેમજ યોજના માટે કચેરીએ જવું પડતું હતું. જે હવેથી તમામ લાભ ઓનલાઇન પોર્ટલ ખાતે મળતા શ્રમીકોને થતી હાલાકી ઓછી થશે અને પારદર્શકતા, સુગમતા સાથે ઝડપથી કામગીરી થઇ શકશે. તેવું ગુજરાત મકાન અને અન્ય બાંઘકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, મોરબી ખાતેના ઇ.ચા. નિરીક્ષક એચ.એ. ચોટલીયા તથા ઇ.ચા. પ્રોજેકટ મેનેજર વિપુલભાઈ જાનીની યાદીમાં જણાવાયુ છે.