મોરબી : મોરબીમાં નગરપાલિકાની બાજુમાં ટાઉન હોલમાં R.T.P.C.R. નિઃશુલ્ક કરી આપવામાં આવે છે. પરંતુ જો વેપારીઓને આ અંગે કોઈ સમસ્યા હોય તો પાલિકાના શાસક પક્ષના નેતા કમલભાઈ દેસાઈનો સંપર્ક કરી શકાશે. વેપારીઓએ સરકારની ગાઈડલાઈન મુજબ RTPCR રીપોર્ટ કરાવવો ફરજીયાત છે. આમ છતાં જે વેપારીઓ કોવીડની રસીના ડોઝ લીધા હોય. તે વેપારીઓએ RTPCR રીપોર્ટ કરાવવો ફરજીયાત નથી. તપાસમાં આવનાર અધીકારીઓને તેમણે રસી લીધેલ હોવા અંગેનું પ્રમાણ પત્ર બતાવવાનું રહેશે. જો કોઈ વેપારીઓને આ બાબતની કનડગત થાય તો તેઓ મોરબી નગરપાલિકાના શાસક પક્ષના નેતા કમલભાઈ દેસાઈનો મો.નં. 70164 71901 પર સંપર્ક કરી શકશે. ઉલ્લેખનીય છે કે RTPCR રીપોર્ટ મોરબી નગરપાલિકા તરફથી મોરબી નગરપાલિકાની બાજુમાં ટાઉનહોલમાં ફ્રી કરી આપવામાં આવશે. તેમ કમલભાઈની યાદીમાં જણાવાયું છે.