મોરબી : આજે તા.11 ના રોજ મોરબીમાં સંસ્કાર બ્લડ બેંક ખાતે તાત્કાલિક બ્લડની જરૂરિયાત ઉભી થતાં યુવા આર્મી ગ્રુપના સભ્યએ 24મી વખત રક્તદાન કરી બ્લડની જરૂરિયાત પૂરી કરી હતી. મોરબીમાં સંસ્કાર બ્લડ બેંક ખાતે તાત્કાલિક બ્લડની જરૂરિયાત ઉભી થતાં સેવાભાવી સંસ્થા યુવા આર્મી ગ્રુપના સભ્ય એવા કુશભાઈ દિનેશચંદ્ર અંતાણી કે જેઓ વાંકાનેરની પંચાસર પ્રાથમિક શાળાના શિક્ષક છે, તેમને જાણ કરતા કુશભાઈ તાત્કાલિક સંસ્કાર બ્લડ બેંક (મોરબી) જઈ રક્તદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કુશભાઈ નિયમિત રીતે રક્તદાન કરી માનવતા મહેકાવતા રહે છે. આ તેમનું ૨૪મુ રક્તદાન છે.