મોરબી : વાંકાનેર-મોરબી હાઇવે રોડ પર રફાળેશ્વર ચોકડી પાસે રોડ ક્રોસ કરતા રાહદારીને બાઈકચાલકે ઠોકરે ચડાવતા તેમને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે રાહદારીએ બાઈકચાલક સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રફાળેશ્વર પાસે આવેલ કૈલાશ નળીયાના કારખાનામા રહી મજુરી કામ કરતા ધીરૂભાઇ જગશીભાઇ બાણોધરા (ઉ.વ. ૪૫) ગત તા.૮ રોજ સવારના પોણા આઠેક વાગ્યા વખતેર ફાળેશ્વર ચોકડી પાસે વાંકાનેર-મોરબી હાઇવે રોડ ઉપર ચાલીને જતા હતા અને રોડ ક્રોસ કરતા હતા. ત્યારે મોટરસાઇકલ નં. GJ-36-N-7149 ના ચાલકે પોતાનું બાઈક ફુલ સ્પીડમા ગફલતભરી રીતે ચલાવી રોડ ક્રોસ કરતા આ યુવાન સાથે ભટકાડી રોડ પર પાડી દઇ ડાબા પગમા ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી. આ બનાવ અંગે તેઓએ બાઈકચાલક સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.