મોરબી : રાજય સરકારની સૂચના મુજબ મોરબી જિલ્લાના 18થી 44 વર્ષની વય જૂથ ધરાવતા લોકો માટે તા.4 જૂનથી જિલ્લાના કુલ 15 સ્થળો ઉપરથી કરાવી કોરોના વેકસીન આપવામાં આવી રહી છે. જે માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ત્યારે આવતીકાલ તા.11 થી મોરબી જિલ્લાના 18થી 44 વયના લોકોના કોવિડ વેક્સિનેશન સ્થળોમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આંશિક ફેરફાર કરાયેલા સ્થળોની યાદી મુજબ મોરબી તાલુકામાં સિવિલ હોસ્પિટલ મોરબી, સંસ્કાર ઇમેજિંગ સેન્ટર મોરબી, અર્બન હેલ્થ સેન્ટર લીલાપર (પરસોતમ ચોક), પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર, પેટા આરોગ્ય કેન્દ્ર રાજપર, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર બગથળા, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખરેડા અને પેટા આરોગ્ય કેન્દ્ર મહેન્દ્રનગર, વાંકાનેર તાલુકામાં સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ વાંકાનેર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેસરિયા, ટંકારા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેકનામ, માળીયા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી, હળવદ તાલુકામાં સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ હળવદ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રણમલપુર ખાતે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ આવતીકાલથી 18થી 44 વર્ષની વય જૂથના લોકો વિનામૂલ્યે વેકસીન લઈ શકશે.