મોરબી : મોરબી તાલુકાના નાની વાવડી ગામે યુવકે ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. નાની વાવડી ગામમાં સંત કબીર વાટીકામાં રહેતા 30 વર્ષીય રાકેશભાઇ કાન્તીલાલ વ્યાસએ ગત તા. 8ના રોજ અગમ્ય કારણસર પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. આથી, તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યુ હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.