મોરબી : મોરબીમાં રહેતા વૃદ્ધને પોલીસ દ્વારા વર્લી ફીચરનો જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. મોરબીમાં નાની બજાર ખાતે ઘંટીયાપા શેરીમાં મહાવીર એપાર્ટમેન્ટ સામે જાહેરમાં વર્લી ફીચરના આકડા લખી નસીબ આધારીત જુગાર રમતા 61 વર્ષીય દિનેશભાઇ ચત્રભુજભાઇ કારીયાને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપી દિનેશભાઇ પાસેથી રોકડ રૂ. 520 જપ્ત કર્યા છે. તેમજ આરોપીની અકાયત કરી તેમની સામે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે.