5 થી 6 વાગ્યા દરમિયાન એકસામટી 6 બસો દોડતી હોય તેમાની અમુક બસ 6 વાગ્યા બાદ દોડાવવાની માંગ મોરબી : મોરબીથી રાજકોટની સાંજે 6 વાગ્યા બાદ એસટી બસ સેવા ન હોવાથી અપ ડાઉન કરતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે 5થી 6 વાગ્યા દરમિયાન એકસામટી 6 બસો દોડતી હોય તેમાની અમુક બસો 6 વાગ્યા બાદ દોડાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. મોરબીથી રાજકોટ રોજગારી અને ધંધા માટે ઘણાં બધાં લોકો એસટી બસના માધ્યમથી અપડાઉન કરે છે. તેમાં મોરબીથી રાજકોટ જવા માટે સાંજે 6 વાગ્યાં પછી એક પણ બસ નથી અને 5 થી 6 વાગ્યામાં ઉપરા ઉપરી 5 થી 6 બસ જાય છે અને 6 વાગ્યાં પછી એક પણ બસ નથી. અમુક લોકોને 6 વાગ્યાં પછી કામ પૂરું થતું હોય છે. તો તેમને બીજા કોઈ પ્રાઇવેટ વાહન જવું પડે છે અને તેનું 100 ભાડું વસુલે છે અને બીજો કોઈ વિકલ્પ ન હોવાથી તે આપવું પડે છે. આ મામલે ઘણીવાર રજુઆત કરી પણ કઇ પગલાં લેવામાં આવ્યા નથી. આ પ્રશ્નને એસટી વિભાગ ગંભીરતાથી લ્યે તેવી મુસાફરોમાં પ્રબળ માંગ ઉઠી છે.