મોરબી : મોરબીમાં યુવાનને ઝેરી દવા પીને જિંદગીનો અંત આણ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નાની વાવડી ગામે આવેલી સંત કબીર સોસાયટીમાં રહેતા રાજેશભાઈ કાંતિલાલભાઈ વ્યાસ (ઉ.વ. 30) નામના યુવાને ગઈકાલે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આથી, આ યુવાનને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાનનું આજે વહેલી સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસે નોંધ કરી ક્યાં કારણોસર યુવાનને આ અંતિમ પગલું ભર્યું તે જાણવા તેના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.