મોરબી : મોરબી જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા 'સેવા એ જ સંગઠન' અભિયાન હેઠળ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સાશનના 7 વર્ષ પૂર્ણ થવા અન્વયે 'સેવા એ જ સંગઠન' અભિયાન હેઠળ મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચા, મોરબી તાલુકા ભાજપ યુવા ભાજપ અને મોરબી શહેર યુવા ભાજપની ટીમ દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયા, જીલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા તેમજ રિષિપભાઈ કૈલા, ભાવિકભાઈ જારિયા સહિત વિવિધ મંડળોના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી સાથે અનેક કાર્યકર્તાની વિશેષ હાજરી રહી હતી. મોરબી શહેર યુવા ભાજપના પ્રમુખ હર્ષભાઈ અગોલા, મહામંત્રી વિક્રમભાઈ વાંક અને મહામંત્રી યોગરાજસિંહ જાડેજા સહિતની યુવા ભાજપ ટીમ દ્વારા મહા રક્તદાન કેમ્પમાં જોડાયેલા રક્તદાતાઓ અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.