મોરબી : મોરબીના પીપળી ગામમાં ભુગર્ભ ગટરના યોગ્ય નિકાલ બાબત અને ઘુંટુ રોડ ઉપર આવેલ આઈ.ટી.આઈ. પાસેના રોડથી નવી પીપળી રોડને જોડતા રોડને આર.સી.સી. કરવા બાબતે વિશ્વ હિંદુ પરિષદ - મોરબી નગરના મંત્રી કમલભાઈ દવે દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે પીપળી ગ્રામ પંચાયતના વિસ્તારમાં આવેલ શાંતિનગર અને ધર્મગંગા સોસાયટીની ભૂગર્ભ લાઈનની ગ્રાન્ટ પાસ થયેલ અને તે લાઈનનું કામ ચાલુ કરવામાં આવ્યું પણ તે ભુગર્ભ લાઈનને શાંતિનગર પાછળ આવેલ વોકળામાં ભુગર્ભ ખુલ્લી છોડવામાં આવતા ત્યાંના સ્થાનિક રહેવસીઓ અને રાહદારીઓના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. આ કામને તાત્કાલિકના ધોરણે અટકાવી યોગ્ય નિકાલ કરવા અને બીજી કોઈપણ સોસાયટીની ભૂગર્ભ લાઈનને આ વોકળામાં ન નાખવામાં આવે તેવી વિનંતી છે. વધુમાં, ઘુંટુ રોડ ઉપર આવેલ પીપળી ગ્રામ પંચાયતના સર્વેમાં આઈ.ટી.આઈ. પાસેના રોડથી નવી પીપળી રોડને જોડતા રોડને આર.સી.સી. કરવા અને ત્યાંના રહેવાસીઓ તે રોડ ઉપર અવારનવાર અકસ્માતનો ભોગ બને છે તો ત્યાં સ્ટ્રીટલાઈટ મુકી શકાય અને તે રોડ ઉપર મહેન્દ્રનગર ચોકડી પાસે થતાં ટ્રાફિકને પણ રોકી શકાય છે. આથી, આ માર્ગ ઉપરથી નવી પીપળી ગામને જોડતી 5થી 6 સોસાયટીઓના રહેવાસીઓને થતી અગવડતા દૂર કરવા તાત્કાલિકના ધોરણે પગલાં લેવા અપીલ છે.