ટંકારાના કલ્યાણપુર ગામની ઘટના ટંકારા : ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે ઝેરી જનાવર જોઈને ભાગતી વખતે કુવામાં પડી જતા આધેડ મહિલાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. કલ્યાણપર ગામે રહેતા 48 વર્ષીય હંસાબેન રસિકભાઇ વાધરીયા ગઈકાલે તા. 7ના રોજ ગામેરી કુવા પાસે સાઠી લેવા ગયા હતા. આ સાઠીમા ઝેરી જનાવર જોઇ જતા તેઓ ગભરાઇ જઇ ભાગવા જતા હતા. ત્યારે અકસ્માતે કુવામાં પડી જતા તેમનું મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે મૃતકનો લગ્નગાળો 28 વર્ષનો છે. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.