સોમવારે જિલ્લામાં જાહેરનામા ભંગ સબબ કુલ 24 સામે કાર્યવાહી મોરબી : મોરબી જિલ્લામાં આરટીપીસાર રિપોર્ટ વગર ઘંઘો કરવા સામે પોલીસની કાર્યવાહી લગાતાર ચાલી રહી છે. આરટીપીસાર રિપોર્ટના નામે પોલીસની કાર્યવાહીથી વેપારીઓમાં જબરો રોષ જોવા મળી રહ્યો છે. આમ છતાં પણ પોલીસે કાર્યવાહી યથાવત રાખીને સોમવારે જિલ્લામાં કોરોના ટેસ્ટ કે વિકસીન લીધા વગર ધંધો કરતા 5 ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરી હતી. મોરબી જિલ્લામાં સોમવારે 24 કલાક દરમિયાન પોલીસે કોવિડના અલગ અલગ જાહેરનામા ભંગ હેઠળ 24 લોકો સામે કાર્યવાહી કરી હતી. જેમાં મોરબીમાં રાત્રી કફર્યુ ભંગ કરતા 5 લોકો, આરટીપીસીઆર રિપોર્ટ વગર ધંધો કરતા પ્રોવિઝન સ્ટોરના માલિક, રોડ ઉપર પાથરણા પાથરી પ્લાસ્ટિકની વસ્તુઓનું વેંચાણ કરી માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 3 ધંધાર્થીઓ, જાહેરમાં માસ્ક વગર નીકળેલા બાઈકચાલક, નિયમ કરતા વધુ મુસાફરો બેસાડી માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 5 રીક્ષાચાલકો, વાંકાનેરમાં નિયમ કરતા વધુ મુસાફરો બેસાડી માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 2 રીક્ષાચાલક, એક બાઈકચાલક, માસ્ક વગર નીકળેલા 1, માળીયામાં આરટીપીસીઆર રિપોર્ટ વગર ધંધો કરતા બે વેપારીઓ, ટંકારામાં આરટીપીસીઆર રિપોર્ટ વગર ધંધો કરતા બે રીક્ષાચાલકો તેમજ હળવદમાં માસ્ક વગર જાહેરમાં નીકળેલા એક વ્યક્તિ સામે પોલીસે કાર્યવાહી કરી હતી.