વૃદ્ધની ફરિયાદ પરથી પોલીસે બાઈકચાલક સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી ટંકારા : ટંકારામાં ઘરની પાસે ચાલીને જતા વૃદ્ધને મોટર સાયકલના ચાલકે હડફેટે લેતા વૃદ્ધને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે વૃદ્ધની ફરિયાદ પરથી પોલીસે બાઈક ચાલક સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દયાલજીભાઈ ચતુરભાઇ ભાલોડીયા (ઉ.વ.૬૨ ધંધો-ખેતી રહે. ટંકારા લક્ષ્મિનારાયણ મંદિર પાસે) એ આરોપી મોટર સાયકલ નંબર GJ-36-P-4407નો ચાલક રાજેશભાઈ રણછોડભાઈ દુબરીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા. ૭ના રોજ ફરીયાદી પોતાના ઘરેથી તેમના ભાઈના ઘરે તેમના માતાને રૂટીન મુજબ મળવા જતા હતા. ત્યારે ફરીયાદીના ઘરની બહાર શેરીમા સફેદ એક્ટીવા જેવા મો.સા નંબર .GJ-36-P-4407 વાળાના ચાલક રાજેશભાઈ રણછોડભાઈ દુબરીયાએ પોતાનું મો.સા. પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદી સાથે પાછળથી ભટકાડી ભાગી જઈ ફરીયાદીને શરીરે નાની-મોટી ઇજાઓ કરી હતી. ટંકારા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.