મોરબી : મોરબીમાં પોલીસ દ્વારા 150 લીટર દેશી દારૂ સાથે એક શ્રમિકને પકડી પાડવામાં આવ્યો છે. મોરબીમાં કુબેર ટોકીઝ પાછળ પાણીના ટાંકા નજીક હિરાભાઇની ઓરડી પાસેથી પ્રકાશભાઇ મહાદેવભાઇ ઇન્દરીયા (ઉ.વ. 24, ધંધો મજુરી)ને 5 લીટરની ક્ષમતાવાળા 30 ફુગાઓમાં દેશી દારૂ 150 લીટર (કી.રૂ. 3000) સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી દેશી દારૂ અને મોબાઇલ મળી કુલ કિ.રૂ. 4000નો મુદામાલ જપ્ત કર્યો છે. તેમજ આ કેસમાં શૈલેષભાઇ મૈયાભાઇનું પણ નામ ખુલતા પોલીસે તેને પકડવા તજવીજ હાથ ધરી છે. અને બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.