વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાળધરા ગામમાં પોલીસ દ્વારા વોડકાની બોટલ સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. ગઈકાલે તા. 6ના રોજ પાળધરાગામના તળાવ પાસે કીશનભાઇ ઉર્ફે ભુરો મેરૂભાઇ વીંજવાડીયા (ઉ.વ. 22)ને આધાર વગર ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ વોડકાની 1 બોટલ (કી.રૂ. 300) સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી કિશનની અટકાયત કરી દારૂની બોટલ જપ્ત કરી છે. અને આરોપી સામે પ્રોહિબિશન એક્ટ મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.