વાંકાનેર : વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીક પોલીસ દ્વારા વ્હીસ્કીની બોટલો સાથે બાઇકચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો. ગઈકાલે તા. 6ના રોજ જામસર ગામ પાસે આવેલ એકસલ પેપર મીલ નજીકથી મુકેશભાઇ મનસુખભાઇ દંતેસરીયા (ઉ.વ. 22)ને હીરો સુપર સ્પેલનડર મો.સા. રજી નંબર GJ-03-HB-1725 માં પાસ-પરમીટ વગર ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ વ્હીસ્કીની 3 બોટલો (કી.રૂ. 900) સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂ અને બાઈક કુલ રૂ. 25,900નો મુદામાલ કબ્જે કર્યો છે. તેમજ આરોપી મુકેશભાઇની અટકાયત કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.