માળીયા : માળીયા મિયાણા તાલુકાના ભાવપર ગામમાં અપરણિત યુવકે કોરોનામાં માતાનું અવસાન થતા વિયોગમાં પુત્રએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે તા. 6ના રોજ ભાવપર ગામમાં રવેચી માતાના મંદીર સામે વવાણીયા ગામ તરફ જુના ગાડા માર્ગે હિતેશભાઈ વાઘજીભાઈ પૈજા (ઉ.વ.-36 રહે-ભાવપર (ચીન્મયા નગર))એ ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. જે મુજબ અપરણીત હતા. તેમની માતાનું કોરોનામાં અવસાન થયુ હતું. ત્યારબાદ પોતે ગુમસુમ રહેતો હતા અને એકલવાયુ જીવન જીવતો હતા. આથી, તેને મનમાં લાગી આવતા તેણે અંતિમ પગલું ભર્યું હતું.