મોરબી : કોરોનાની બીજી લહેર સમાપ્ત થવાના અણસારો વચ્ચે આજે સાંજે પાંચ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશને સંબોધન કરશે. પી.એમ.ઓ. દ્વારા ટ્વીટ કરી આ જાણકારી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી દરમિયાન આજે વડાપ્રધાન નવમી વખત દેશની જનતાને સંબોધન કરશે અને સંભવત: આજના સંબોધનમાં કોરોના વેક્સિનેશન અને અનલોક વિષે કોઈ મહત્વની જાહેરાત કરે તેમ હોવાનું મનાઈ રહ્યું છે.