પોલીસે જુગાર ધારા ઉપરાંત કફર્યુ અને સોશ્યલ ડિસ્ટન્સના ભંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટાફે ગતરાત્રે બાતમીના આધારે રાત્રી કફર્યુ દરમિયાન વીસીપરાના પ્રજાપત કારખાના પાછળ વાડી વિસ્તાર ઇંટુના ભઠ્ઠામા ખુલ્લા મેદાનમા જુગાર રમતા આઠને ઝડપી લીધા હતા. પોલીસે આઠેય સામે જુગાર ધારા ઉપરાંત કફર્યુ અને સોશ્યલ ડિસ્ટન્સના ભંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટાફે ગતરાત્રે બાતમીના આધારે રાત્રી કફર્યુ દરમિયાન વીસીપરામાં આવેલ પ્રજાપત કારખાના પાછળ વાડી વિસ્તાર ઇંટુના ભઠ્ઠામા ખુલ્લા મેદાનમા જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા રાહુલભાઇ રાજેશભાઇ અગેચણીયા, ઇમરાનભાઇ કરીમભાઇ પઠાણ, કાનજીભાઇ ધનજીભાઇ ઇંદરીયા, રાકેશભાઇ લઘુભાઇ મોરવાડીયા, દિપકભાઇ કેશુભાઇ અગેચણીયા, રવીભાઇ સામતભાઇ અગેચણીયા, વિજયભાઇ રસીકભાઇ અગેચણીયા, ભીમજીભાઇ મકનભાઇ અગેચણીયાને રોકડા રૂપીયા-૨૫,૫૦૦ સાથે ઝડપી લીધા હતા. તેમજ પોલીસે આઠેય સામે જુગારધારા ઉપરાંત કફર્યુ અને સોશ્યલ ડિસ્ટન્સના ભંગનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.