યુવા મોરચો, મહિલા મોરચો, આઈટી સેલ, મીડિયા સેલની ટીમના નવનિયુક્ત હોદેદારો ઉપર અભિનંદનવર્ષા થઈ મોરબી : મોરબી શહેર ભાજપ દ્વારા આજે વિવિધ મોરચાની રચના કરવામાં આવી છે. જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, શહેર પ્રભારી કે.એસ.અમૃતિયા અને શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા મહામંત્રી, રીસીપભાઈ કૈલા તેમજ ભાવેશ કંઝારિયા દ્વારા યુવા મોરચો, મહિલા મોરચો, આઈ.ટી. સેલ, મીડિયા સેલના હોદેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં યુવા મોરચામાં પ્રમુખ તરીકે હર્ષભાઈ અગોલા, મહામંત્રી તરીકે યોગીરાજસિંહ જાડેજા, વિક્રમભાઈ વાંક, કોષાધ્યક્ષ મહેશભાઈ સોલંકી, ઉપપ્રમુખ તરીકે અજયભાઇ ગળચર, અરુણભાઈ રામાવત, મિતુલભાઈ ધ્રાંગા, જયેશભાઇ ડાભી, અજયભાઈ કોટક, કેયુરભાઈ પંડ્યા, રવિભાઈ રબારી, મંત્રી તરીકે શૈલેષભાઇ અઘેરા, સિદ્ધરાજસિંહ ઝાલા, વિરલભાઈ ખાખરીયા, રાજેશભાઇ પરમાર, મનીષભાઈ કુંભરવાડિયા, ધવલભાઈ ત્રિવેદી અને શક્તિસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે. મહિલા મોરચામાં પ્રમુખ તરીકે નિર્મલાબેન હડીયલ, મહામંત્રી તરીકે ઇલાબેન કાવર, હીનાબા જાડેજા, ઉપપ્રમુખ તરીકે હેતલબેન પરમાર, મીનાબેન દીક્ષિત, ધર્મીસ્ઠાબેન વ્યાસ, રશ્મિબેન લિયા, નીતાબેન આડેસરા, પૂનમબેન હીરાણી, ભારતીબેન રાચ્છ, મંત્રી તરીકે ક્રિષ્નાબેન પરમાર, શિલ્પાબેન પરમાર, શિલ્પાબેન મઢવી, મોનાબેન ત્રિવેદી, આશાબેન મહેતા, ક્રિષ્નાબેન પારેખ, વંદનાબેન જોશી, હનીફાબેન મદારની વરણી કરાઈ છે. મીડિયા સેલમાં ઇન્ચાર્જ તરીકે ભરતભાઇ બારોટ, સહઇન્ચાર્જ તરીકે ધર્મેન્દ્રભાઈ કંઝારિયા અને પ્રવીણભાઈ જાદવ, આઇ.ટી. સેલમાં ઇન્ચાર્જ તરીકે શિવરાજસિંહ જાડેજા, સહઇન્ચાર્જ તરીકે ભાસ્કરભાઈ જોશી અને વિમલભાઈ પરમારની વરણી કરવામાં આવી છે.