મોરબી : રાજકોટના વિવેકાનંદ કેન્દ્ર-કન્યાકુમારી દ્વારા આગામી તા. 11થી 10 દિવસ માટે ઓનલાઇન યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. યોગ એ પ્રાચીન સંસ્કૃતી અને ભવ્ય ભૂતકાળનો વારસો છે. આ વારસાના વાહક બનવા વિશ્વ યોગ દિવસના અનુસંધાને વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારીના રાજકોટ વિભાગ દ્વારા આગામી તા. 11 જૂનથી 20 જૂન 10 દિવસ માટે સવારે 6:00થી 7:15 સુધી ઓનલાઇન યોગ સત્ર Google meet app પર યોજવામાં આવશે. યોગમાં અભિરુચિ ધરાવનાર નીચેની લિન્કમાં રજીસ્ટ્રેશન કરાવી પરિવાર સાથે યોગસત્રનું લાભ લઇ શકે છે. https://forms.gle/zs1P96fGG3xgth399