પીપીડબ્લ્યુ પોસ્ટ ઓફીસથી એલ.ઇ. ક્રિકેટ ગ્રાઉન્ડ સુધી ખુલ્લી ભૂગર્ભ ગટરમાં પાઇપ ફિટીંગની કામગીરી હાથ ધરાઈ મોરબી : મોરબીના સામાકાંઠે ખુલ્લી ભૂગર્ભ ગટરને અંડરગ્રાઉન્ડ કરવામાં આવી છે. જેમાં સ્થાનિક નગરસેવકોની રજુઆતને ધ્યાને લઈને નગરપાલિકા દ્વારા પીપીડબ્લ્યુ પોસ્ટ ઓફીસથી એલ.ઇ. ક્રિકેટ ગ્રાઉન્ડ સુધી ખુલ્લી ભૂગર્ભ ગટરમાં પાઇપ ફિટીંગની કામગીરી હાથ ધરાઈ છે. મોરબી વોર્ડ નં.4 માં 25 વર્ષ જૂના ખુલ્લી ભૂગર્ભ ગટરના પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવ્યું છે. જેમાં સામાંકાંઠે પીપીડબ્લ્યુ પોસ્ટ ઓફિસથી એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ સુધી ખુલ્લી ભૂગર્ભ ગટરના પ્રશ્નના ઉકેલ માટે સ્થાનિક કાઉન્સિલર મનસુખભાઇ બરાસરા, ગિરિરાજસિંહ ઝાલા, જસવંતીબેન સિરોહીયા, મનીષાબેન સોલંકી દ્વારા નગરપાલિકાને રજુઆત કરવામાં આવી હતી. આથી, નગરપાલિકા દ્વારા આ ખુલ્લી ભૂગર્ભ ગટરમાં પાઇપ ફિટીંગની મજૂરી મળી હતી. જેના પગલે નગરપાલિકા દ્વારા ખુલ્લી ભૂગર્ભ ગટરમાં પાઇપ ફિટિંગ દ્વારા અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી હાથ ધરવામા આવી હતી.