મોરબી હળવદ હાઇવે ઉપર નીચી માંડલ નજીકનો બનાવ મોરબી : મોરબી - હળવદ હાઇવે ઉપર માતેલા સાંઢની જેમ દોડતા ટ્રકે મોટર સાઈકલને ઠોકર મારતા ગંભીર ઇજાગ્રસ્ત બનેલા પતિ - પત્ની પૈકી પત્નીનું સારવાર દરમિયાન મોત નિપજતા દંપતિ ખંડિત થયું છે. મોરબી હળવદ હાઇવે ઉપર મોટર સાયકલ લઈને જઇ રહેલા જીતેન્દ્રભાઇ ચંદુભાઇ જાદવ, રહે.આંદરણા વાળાને ટ્રક નં.GJ-12-y-8025ના ચાલકે નીચી માંડલ નજીક ઠોકર મારતા પાછળ બેઠેલા તેમના પત્ની હેતલબેનને શરીરે ગંભીર ઇજા પહોચાડતા સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું જ્યારે જીતેન્દ્રભાઈને જમણા પગે હાડકાનો ભુકકો થઇ ગયેલ તથા ડાબા પગે બે જગ્યાએ ફ્રેક્ચર ઇજા પહોચાડી આરોપી પોતાના હવાલા વાળો ટ્રક બનાવ સ્થળે મુકી નાસી ગયો હતો. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ આઈપીસી ૨૭૯,૩૩૮,૩૦૪(અ) M.V.ACT ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.