હળવદ 'આપ' દ્વારા માત્ર રજુઆત કરવાને બદલે ગ્રાઉન્ડ ઉપર કામગીરી હળવદ : હળવદ શહેરમાં ચોમાસા પહેલા રોડ પર પડેલા ખાડાઓ અને ઊંગી નીકળેલા બાવળને કાપવાનું અભિયાન આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે આજે ધાંગધ્રા પર પડી ગયેલા મસમોટા ખાડાને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રોડની બાજુમાં પડેલ માટીથી પૂરવામાં આવ્યા હતા. તેમજ બાવળની જાળીની પણ સાફ સફાઈ કરવામાં આવી હતી. શહેરના દશામાના મંદિરથી ત્રણ રસ્તા સુધીના ધાંગધ્રા રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે. સાથે જ ઘણી જગ્યાઓ પર ગટરના ઢાંકણા પણ તૂટી ગયા હોય તેમજ બાવળની ઝાળી પણ રોડ પર પથરાઈ હોય. જેથી, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પોતે જ મહેનત કરી લોકોને અકસ્માતથી બચવા માટે આજે તગારા, પાવડા લઈ ખાડા બુરો અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. 'આપ' ની હળવદ શહેર અને તાલુકાની યુવા ટીમ જાહેર કરાઈ હળવદમાં આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા હળવદ શહેર અને તાલુકામાં યુવા પાંખમાં પ્રમુખ મહામંત્રી, મંત્રી, ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ પદે હિમાંશુભાઈ રાવલ, મહામંત્રી બી.ટી. કણજરીયા, ઉપપ્રમુખ અનિલભાઈ પાડલીયા, જયસુખભાઇ થરેશા અને જગાભાઈ ભરવાડની વરણી કરાઇ છે. જ્યારે તાલુકા યુવા ટીમમાં હિતેશભાઈ વરમોરાની પ્રમુખ પદે તેમજ જયેશભાઈ રબારીની મંત્રી તરીકે અને દીપકભાઈ પારેજીયાની સંગઠન મંત્રી અને ઉપપ્રમુખપદે બાબુભાઈ મકવાણા, લાલભા રાજપૂત અને લક્ષમણભાઇ ઉઘરેજાની નિમણૂક કરાઇ હોવાનું હળવદ આમ આદમી પાર્ટીના મહામંત્રી વિપુલભાઈ રબારીએ જણાવ્યું હતું.