માળિયા : માળીયા તાલુકા ભાજપ દ્વારા કુંભારીયા ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી રણછોડભાઈ દલવાડી તેમજ જેસંગભાઈ હૂંબલ, માળીયા તાલુકા ભાજપ પ્રમુખ મણિલાલ સરડવા, માળીયા તાલુકા ભાજપ મહામંત્રી મનીષભાઈ કાંજીયા, અરજનભાઈ હૂંબલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સવજીભાઈ કારોરિયા, માળીયા તાલુકા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ જયદીપભાઈ સંઘાણી તેમજ જયંતિલાલ કૈલા, કાંતિલાલ દેત્રોજા, સરપંચ કુંભારીયા તેમજ માળીયા તાલુકાના ભાજપના આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા.