મોરબી : વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે મોરબીના નવલખી રોડ ઉપર બરવાળા ગામ પાસે આવેલ ખાનગી કોલ કપંનીમાં 200 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આજે વિશ્વ પર્યાવરણ દિવસે નવલખી બરવાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના કોલ કંપનીમાં કર્મચારીઓ અને સંચાલકો દ્વારા ટીમ દ્વારા આવનાર પેઢીને વૃક્ષોથી શુદ્ધ હવાનો લાભ મળે તે હેતુથી 200 જેટલા વૃક્ષોનું રોપણ કરીને તેનું કાળજી પુર્વક જતન કરવા સંકલ્પ લીધા હતા.