મોરબી : રાજ્યભરમાં ચકચાર મચાવનાર ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડમાં પોલીસે વધુ ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે. આ આરોપીઓના બુધવાર સુધીના રિમાન્ડ પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. મોરબી એલસીબીએ રાજ્ય વ્યાપી ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશનનું કૌભાંડ પકડી પાડી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે વધુ ત્રણ આરોપી જય પ્રહલાદભાઈ શાહ (રહે. ભાવસાર શેરી, અમદાવાદ), મહમદસુભાન મહમદસયદ પટણી (રહે.અબ્બાસી ડૂપ્લેક્સ, સાહિલ રેસિ. નજીક, અંબર ટાવર, સરખેજ રોડ, અમદાવાદ) અને અભિજીત ઉર્ફે ચીકુ રાજેન્દ્ર્પ્રસાદ શર્મા (રહે. આલમબાગ કોલોની, મિડટી રોડ, દેવાસ મધ્યપ્રદેશ) ની ધરપકડ કરી છે. એસઓજી પીઆઇ જે.એમ.આલે જણાવ્યું હતું કે, વધુ તપાસ માટે આ ત્રણેય આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. આ આરોપીઓના બુધવાર સુધીના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ડુપ્લીકેટ ઇન્જેક્શન કોભાંડમાં પોલીસે 29 શખ્સોને ઝડપી પાડ્યા છે.