સેવાયજ્ઞના પ્રારંભ પ્રસંગે ગાયોને ઘાસચારો અને શ્વાનોને લાડવા - લાપસી ખવડાવવામાં આવશે મોરબી : મોરબી સતવારા સમાજની સેવાઅર્થે જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટના નામથી ટ્રસ્ટ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ સેવાનો પ્રારંભ આવતીકાલે રવિવારથી થઈ રહ્યો છે. જેમાં શ્રદ્ધાંજલિ સેવા શરૂ થશે. સતવારા સમાજમાં કોઈપણ પરિવારમા દુઃખદ અવસાન સમયે તેમના સ્વજનના ક્રિયા કર્મ બાદ ઘેર આવે ત્યારે વિનામૂલ્યે ભોજન તેમના ઘેર પહોંચાડવામાં આવશે. આ સેવાનો પ્રારંભ ગાયોને ઘાસચારો અને કુતરા અને લાડવા અને લાપસી ખવડાવવામાં આવશે. જેનો સમય આવતીકાલે રવિવારે સવારે ૧૦:૦૦ કલાકનો રહેશે. સ્થળ સતવારા જ્ઞાતિની વાડી રામજી મંદિર પાછળ માધાપર રોડ, મોરબી રહેશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટઓફિસ, C/0 શ્રીરામજી મંદિર પાછળ સતવારા જ્ઞાતિની વાડી માધાપર મેઇન રોડના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ એન કંઝારીયા મો. ૯૧૭૩૧ ૬૪૫૩૧ ઉપપ્રમુખ, કરમશીભાઈ કે પરમાર, મો.૯૧૭૩૯ ૯૧૦૨૪, મનસુખભાઈ કે નકુમ મો.૯૮૨૫૪ ૯૫૬૭૨ ખજાનચી, મોહનભાઈ એચ પરમાર, મો.૯૮૨૫૭ ૫૩૦૫૧ દ્વારા જ્ઞાતિજનોને અનુરોધ કરાયો છે.