હળવદ : હળવદના સેવાભાવી યુવાન, સામાજિક કાર્યકર અને શહેર યુવા ભાજપ પ્રમુખની મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. હળવદમાં વર્ષોથી સેવાકીય કાર્યો સાથે જોડાયેલા એવા તપનભાઈ દવેની તાજેતરમાં મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તરીકે નિમણૂક થઈ છે. તપનભાઈ ગૌ સેવા, બ્લડ ડોનેશન કેમ્પ, નેત્રયજ્ઞ કેમ્પ જેવી સેવાકીય પ્રવૃત્તિઓમાં કાર્યરત છે.તેઓ ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી નિષ્ઠાથી કાર્ય કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા યુવા ભાજપ કારોબારી સભ્ય ત્યારબાદ ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય અને જામનગરના પ્રભારી રહ્યા બાદ હળવદ શહેર યુવા ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. તેઓ હળવદ નગરપાલિકામાં ગુજરાતના સૌથી નાની વયના બિનહરીફ સભ્ય છે. નગરપાલિકાની બાંધકામ સમિતિ સહિત વિવિધ સમિતિના ચેરમેન રહી ચુક્યા છે.