નિયમ કરતા વધુ મુસાફરોને બેસાડી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા ડઝનેક રીક્ષાચાલકો ઉપર તવાઈ મોરબી : મોરબી જિલ્લામાં આરટીપીસીઆર રિપોર્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા વેપારીઓ પોલીસે સતત તવાઈ જારી રાખી હતી અને ગઈકાલે મોરબી જિલ્લામાં RTPCR રિપોર્ટ વગર ધંધો કરતા વધુ ચાર વેપારી સહિત 8 સામે પોલીસે કાર્યવાહી કરી હતી અને નિયમ કરતા વધુ મુસાફરોને બેસાડી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા ડઝનેક રીક્ષાચાલકો ઉપર તવાઈ ઉતારી હતી. આમ, પોલીસે જિલ્લામાં શુક્રવારે 24 કલાક દરમિયાન કોવડના જાહેરનામાના ભંગ કરતા કુલ 29 સામે કાર્યવાહી કરી હતી. મોરબીમાં આરટીપીસીઆર રિપોર્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા મોબાઈલના દુકાનધારક, કપડાના દુકાનધારક, એક લારીધારક, કફર્યુનો ભંગ કરતા એક રીક્ષાચાલક સહિત 4 લોકો, નિયમ કરતા વધુ મુસાફરોને બેસાડી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 9 રીક્ષાચાલકો, જાહેરમાં માસ્ક વિના નીકળેલા એક, વાંકાનેરમાં દુકાને વધુ ભીડ એકત્ર કરી સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનો ભંગ કરતા ઇલેક્ટ્રિકની દુકાનધારક, નિયમ કરતા વધુ મુસાફરોને બેસાડી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 2 રીક્ષાચાલકો, જાહેરમાં માસ્ક વિના નીકળેલા 2, માળીયા (મી.)માં દુકાને વધુ ભીડ એકત્ર કરી સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનો ભંગ કરતા 2, અનાજ કરીયાણાની દુકાનના માલિક, આરટીપીસીઆર રિપોર્ટ વગર રીક્ષા ચલાવતા એક રીક્ષાચાલક, ટંકારામાં આરટીપીસીઆર રિપોર્ટ વગર રીક્ષા ચલાવતા 2 રીક્ષાચાલક, હળવદમાં આરટીપીસીઆર રિપોર્ટ વગર રીક્ષા ચલાવતા એક રીક્ષાચાલક અને ફૂટની લારીના માલિક સહિત 29 સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.