મોરબી : મોરબી શહેરમાં મોરબીમાં ટ્રાન્સપોર્ટની ઓફીસમાં રહેતા યુવકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. મોરબીમાં લીલાપર ચોકડી નજીક ટ્રાન્સપોર્ટની ઓફીસમાં રહેતા વાલજીભાઈ ભુંડાભાઈ ડામોર (ઉ.વ. 35, મુળ રહે. ગામ ભંડોળ, તા. મોરવા હડફ, જી. પંચમહાલ)નું ગઈકાલે તા. 4ના રોજ અગમ્ય કારણોસર ઓફિસમાં મૃત્યુ થયેલ છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.